ફૂટબોલ જગતના સૌથી મહાન ખેલાડી તરીકે નામના પ્રાપ્ત કરેલ અને તાજેતરમાં જ ફૂટબોલ ફીફા વર્લ્ડકપ જીતવાનું સપનું સાકાર કર્યા બાદ 'THE GOAT' લિયોનેલ મેસ્સીએ વધુ એક ખિતાબ પોતાના નામે કર્યો છે. લિયોનેલ મેસ્સીને પુરૂષ વર્ગમાં FIFAના સર્વશ્રેષ્ઠ ખેલાડીનો ખિતાબ મળ્યો છે. જ્યારે મહિલા વર્ગમાં સ્પેનની એલેક્સિયા પુટેલાસે આ સિદ્ધિ પોતાના નામે કરી હતી.