ગોવામાં કૉંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કૉંગ્રેસના બે ધારાસભ્યો ભાજપમાં સામેલ થયા છે. મનોહર પર્રિકરના બીમાર થયા બાદ કૉંગ્રેસ સરકાર બનાવવાનો દાવો કરી રહી હતી. સવારે આશરે 11 વાગ્યે કૉંગ્રેસના બે ધારાસભ્યો સુભાષ શિરોડકર અને દયાનંદ સોપતેએ અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ એ નક્કી હતું કે ગોવામાં કૉંગ્રેસ તુટી રહી છે. અંતે સુભાષ શિરોડકરે ભાજપમાં સામેલ થવાની જાહેરાત કરી હતી.
ભાજપમાં સામેલ કૉંગ્રેસ ધારાસભ્ય સુભાષ શિરોડકરે કહ્યું, પ્રથમ વખત કૉંગ્રેસ છોડી છે, વારંવાર પાર્ટી નથી બદલતો. ભાજપના મુખ્યમંત્રી રહેલા લક્ષ્મીકાંત પારસેકરના હરાવનારા દયાનંદ સોપતે પણ ભાજપમાં સામેલ થયા છે. તેમનું કહેવું છે કે રાજકારણની શરૂઆત ભાજપથી કરી હવે ઘર વાપસી થઈ છે.