દેશના સૌથી જૂના ઉધ્યોગ સમૂહ વાડિયા જૂથની એરલાઇન ગો ફર્સ્ટ એરલાઇને નાદારી જાહેર કરતાં ફ્લાઈટો બંધ કરાઇ છે. કંપની ફડચામાં જતા ફલાઈટો બંધ કરવામાં આવી હોવાની વાત સામે આવી છે.
અમદાવાદ એરપોર્ટથી ચાર ફ્લાઈટો બંધ કરવામાં આવી હોવાના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ થી દિલ્હી મુંબઈ ગોવા વારાણસી જતી ફ્લાઈટો બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કંપનીને નુકસાન જતા કંપની ફડચામાં ગઈ જેને લઈ ફલાઈટો બંધ કરી હોવાની ચર્ચા થઈ રહી છે. કંપનીને ખર્ચ નહીં પોસાતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. મહત્વનુ છે કે, વેકેશન સમયે ફલાઇટો બંધ થતા મુસાફરોને રઝડવાનો વારો આવી શકે છે.
આ સાથે ગો ફર્સ્ટ એરની તમામ ફ્લાઈટ 15 મે સુધી કેન્સલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. દેશભરની ગો એરની તમામ ફ્લાઇટ કેન્સલ થતાં હજારો મુસાફરો અટવાયા છે. અચાનક જાહેરાત થતાં મુસાફરોના શિડ્યુલ ખોરવાયા. મહત્વનુ છે કે અગાઉથી બુકિંગ કરાવેલ મુસાફરો અન્ય ફ્લાઈટની બુકિંગ માટે મથામણ માટે દોડધામ કરવા મજબૂર બન્યા છે.