વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુટીઓ)એ આગામી વર્ષ વૈશ્વિક વેપારમાં ફક્ત એક ટકા વૃદ્ધિ થવાનો અંદાજ મૂક્યો છે. આની પાછળનું કારણ વર્તમાન વૈશ્વિક પડકારોને કારણે ઉર્જાની ઉંચી કીંમતો અને વ્યાજ દરોમાં વૃદ્ધિ તથા ચીનમાં કોવિડ-૧૯ મહામારીને કારણે મેન્યુફેકચરિંગ સેક્ટરની અનિશ્ચિતતા દર્શાવવામાં આવ્યું છે.