હાલમાં જ ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સે એક સર્વે કર્યો છે. જેમાં કહેવાયું છે કે ચીનના 51 ટકા લોકો મોદી સરકારના વખાણ કરે છે. ચીનના કેટલાક નેતાઓની નીતિથી ચીનના લોકો નાખુશ છે. ચીનના 30 ટકા લોકો માને છે કે ભારત ચીનના સંબંધો સુધરી શકે છે. આ સિવાય પણ અન્ય અનેક તારણો સર્વેમાં બહાર આવ્યા છે જે ચોંકાવનારા છે.
ઉલ્લેખનીય છે કે ગ્લોબલ ટાઈમ્સને ચીનની કમ્યુનિસ્ટ સરકારનું મુખપત્ર ગણવામાં આવે છે. ભારત અને ચીનની વચ્ચેના સંબંધોને લીને કરાયેલા નવા સર્વેમાં 51 ટકા ચીનીઓને મોદી સરકાર પસંદ છે. 70 ટકા ચીની નારિકોએ મામન્યું કે ભારતમાં ચીન વિરોધ વિચારો હાવી થયા છે તો 30 ટકા માને છે કે આવનારા સમયમાં બંને દેશો વચ્ચેના સંબંધો સુધરશે. સર્વેમાં 90 ટકા લોકો ભારતની વિરુદ્ધમાં સૈન્ય કાર્યવાહીથી સહમત છે. 50 ટકા નાગરિકો માને છે કે ભારતીય અર્થવ્યવસ્થા ચીન પર નિર્ભર છે અને તેનાથી ભારતને મોટું નુકસાન થઈ શકે છે.
56 ટકા ચીનીઓએ માન્યું કે તે ભારતમાં રસ દાખવે છે
ભારતના વિશે ચીનમાં આ સર્વેમાં 56 ટકા ચીની લોકો માને છે કે તેઓ ભારતમાં રસ ધરાવે છે અથવા તેમને આ દેશ વિશે ઘણું ખબર છે. 57 ટકા ચીની નાગરિકોનું કહેવું છે કે ભારતની સેના એટલી વિકસિત નથી કે કોઈ પણ પ્રકારે ચીની સેનાની ટક્કર લઈ શકે.