નાણાકીય દેખાવ સુધારવા અને ખર્ચ ઘટાડવા ઉદેશથી વૈશ્વિક ટેલિકોમ કંપની વોડાફોને ૧૧,૦૦૦ નોકરીઓ ઘટાડવાનો નિર્ણય લીધો છે.
ગ્રાહકોની દ્રષ્ટિએ વિશ્વની સૌથી મોટી ટેલિકોમ કંપનીઓ પૈકીની એક વોડાફોને કર્મચારીઓની સંખ્યા ઘટાડવાની જાહેરાત કરતા જણાવ્યું હતું કે તેની વાર્ષિક આવકમાં ૧.૩ ટકાનો ઘટાડો થયો છે અને ચાલુ નાણાકીય વર્ષમાં પણ આવકમાં નજીવી વૃદ્ધિનો અંદાજ મૂકવામાં આવ્યો છે.
કંપનીના સીઇઓ માર્ગેરિટા ડેલા વેલેએ એક નિવેદનમાં જણાવ્યું છે કે અમારા ઉદ્યોગના સંજોગો તથા અમારી કંપનીની સ્થિતિને બદલવાની જરૂર છે. અમે જટિલતા દૂર કરી સરળતા અપનાવવા માગીએ છીએ.