વિશ્વમાં છેલ્લાં ૩૦ વર્ષમાં દરિયાની સપાટી ૧૦ સેમી એટલે કે આશરે ૩.૫ ઈંચ વધી છે. ૧૦ સેમીનો આંકડો નાનકડો લાગે છે પરંતુ આ જ રીતે જો દરિયાની સપાટી વધતી રહી તો નજીકનાં વર્ષોમાં જ તટીય વિસ્તારો દરિયામાં ગરક થઈ જશે અને લાખો લોકોને તેની અસર થશે. આ ભયાવહ અસરો દર્શાવતું એક સાયન્ટિફિક વિઝ્યુલાઈઝેશન નાસા દ્વારા રજૂ કરાયું છે.
નાસાના સાયન્ટિફિક વિજ્યુલાઈઝેશન સ્ટુડિયોના ડેટા વિઝ્યુલાઈઝર એન્ડ્ર્યૂ જે. ક્રિસ્ટેનસેને નાસાના ડેટાનો આધાર લઈ આ એનિમેશન તૈયાર કર્યું છે.