હ્યુસ્ટનમાં ‘હાઉડી મોદી’ કાર્યક્રમની અભૂતપૂર્વ સફળતા બાદ સોમવારે પીએમ નરેન્દ્ર મોદી અમેરિકા પ્રવાસના બીજા ચરણમાં ન્યૂ યોર્ક પહોંચ્યા હતા અને સોમવારે સવારે તેમણે સંયુક્ત રાષ્ટ્રસંઘમાં જળવાયુ પરિવર્તનના સત્રને સંબોધન કરતાં કહ્યું હતું કે પર્યાવરણને બચાવવાની વાતો કરવાનો સમય પૂરો થઈ ગયો છે અને હવે કામ કરીને બતાવવાનો સમય આવી ગયો છે. જળવાયુ પરિવર્તનના મુદ્દે દુનિયાભરમાં અનેક પ્રયાસો થઈ રહ્યા છે, પણ હજી ઘણું કરવાની જરૂર છે. પર્યાવરણને બચાવવા માટે આજે વૈશ્વિક આંદોલનની જરૂર છે.