ભારતીય વંશના દિગ્ગજ અર્થશાસ્ત્રી અજય બાંગાએ ગત સપ્તાહે (શુક્રવારે) વિશ્વ બેન્કના પ્રમુખપદનો હવાલો સંભાળી પોતાના પાંચ વર્ષનો કાર્યકાળ શરૂ કર્યો છે. પોતાનું પદ સંભાળતા પહેલા સૌથી પહેલા મંગળવારે તેઓ વૈશ્વિક વિકાસ દર ઘટવાની આગાહી કરતા જણાવ્યું છે કે, '૨૦૨૩માં વૈશ્વિક વિકાસ દર ઘટીને ૨.૧% રહેશે જે ૨૦૨૨માં ૩.૧ ટકા હતો. આ સાથે તેઓએ વૈશ્વિક મંદીની પણ ચેતવણી ઉચ્ચારી હતી.' વિશ્વ બેંકે ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન ભારતનો વિકાસ દર ૦.૩% ધટશે એટલે કે તે ૬.૬%થી ઘટીને ૬.૩% રહેશે. તેમ કહેતા વધુમાં જણાવ્યું હતું કે, ભલે ચીન ૨૦૨૩માં તેનો વિકાસદર ૪.૧% રહેશે તેમ કહે પરંતુ વાસ્તવમાં પ્રાપ્ય ડેટા ઉપરથી તેમ કહી શકાય કે ચીનનો વિકાસ દર ઘટીને ૨.૯%નો રહેશે.