પુલવામાં આંતકવાદી હુમલો થયો ત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે મસૂદ અઝહરને વૈશ્વિક આંતકવાદી જાહેર કરવાની ભારતની માંગણી હતી પરંતુ ચીન વૈશ્વિક સ્તરે તૈયાર ન હતું તેની પાછળ ચીનની એક પ્રકારની વિદેશ નીતિ હતી અને ભારતની સાથે સારા સબંધ નથી તેવું પણ દેખાડવા માટેનું કારણ હોઈ શકે અને એક પ્રકારનો પાકિસ્તાનનો પણ બચાવ હોઈ શકે છે અને ચીન તેના પડખે છે તેવું એક ફરીથી સ્પષ્ટ દેખાઈ આવે છે.
સૌથી રસપ્રદ માહિતી એ છે કે યુએન સુરક્ષા પરિષદે જૈશે મોહમ્મદના મસૂદ અઝહરને 1999માં ઇન્ડિયન એરલાઇન્સની ફ્લાઈટ IC-814 હાઇજેક કરવા માટે, અલ કાયદા, ઓસામા અને તાલિબાન સાથે સંપર્કો રાખવા માટે અને અફઘાનિસ્તાનમાં જેહાદ માટે લોકોને જોડાવાની અપીલ કરવા માટે વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો છે.
મસૂદ અઝહર એની સામેના આરોપોમાં કાશ્મીર કે પુલવામાનો કોઈ રેફરન્સ નથી. મૂળ દરખાસ્તમાં આ ઉલ્લેખ છે. યુએસ વિદેશમંત્રી માઇક પોમ્પૅઓએ આજે એક ટ્વિટમાં આ સફળતા માટે અમેરિકાને અભિનંદન આપ્યા, તેનું આવલોકન એવી રીતે કરી શકાય છે કે માઈકે એ ટ્વિટમાં, અઝહરને સફળતા પૂર્વક આતંકવાદી જાહેર કરવા પાછળ યુએનમાં અમેરિકાની ટીમનાં વખાણ કર્યાં હતાં. પ્રશ્ન એવો પણ થાય છે કે, અઝહરને આતંકવાદી જાહેર કરવા માટે જે આંતરરાષ્ટ્રીય દબાણ હતું, તેમાં ચીન એ શરતે તૈયાર થયું હતું કે, આરોપોમાંથી કાશ્મીરનો ઉલ્લેખ પડતો મુકવામાં આવે? આંતરરાષ્ટ્રીય ડિપ્લોમસીમાં, જે દેખાય તે જ દાંત ચાવવાના નથી હોતા. વિદેશ નીતિમાં ચીને ભારત કરતા એક ડગલું આગળ છે એવું લાગી રહ્યું છે.