ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના મેનેજિંગ ડિરેક્ટર ક્રિસ્ટલિના જ્યોર્જિવાએ જણાવ્યું હતું કે વૈશ્વિક વૃદ્ધિદર ચાલુ વર્ષે ત્રણ દાયકાના નીચલા સ્તરે રહે તેવી સંભાવના છે. છેલ્લા બે દાયકા દરમિયાન સરેરાશ વૈશ્વિક વૃદ્ધિદર ૩.૮ ટકા રહ્યો હતો. તેમણે આ વાત આગામી સપ્તાહે આઇએમએફ-વર્લ્ડ બેન્કની બેઠક પૂર્વે કહી હતી. તેમણે વોશિંગ્ટનમાં જણાવ્યું હતું કે ભૂરાજકીય તનાવ, ઊંચો ફુગાવો મજબૂત રિકવરી હજી પણ દૂર રહેવાની સંભાવના જોતા વૈશ્વિક આર્થિક વૃદ્ધિદર નીચો રહી શકે છે.