૨૦૨૦માં વૈશ્વિક દેવાનો આંક વધીને ૨૨૬ ટ્રિલિયન ડોલર (અંદાજે રૂ. ૧૭૨૨૧ લાખ કરોડ) પર પહોંચી ગયાનું ઈન્ટરનેશનલ મોનિટરી ફન્ડ (આઈએમએફ) દ્વારા જાહેર કરાયું હતું. સમગ્ર વિશ્વ ૨૦૨૦માં કોરોનાવાઈરસની મહામારીની ચપેટમાં આવી ગયું હતું.
ગયા કેલેન્ડર વર્ષમાં વૈશ્વિક દેવું ૨૮ ટકા વધી વૈશ્વિક જીડીપીના ૨૫૬ ટકા રહ્યું હતું. બીજા વિશ્વ યુદ્ધ બાદ વૈશ્વિક દેવામાં આટલો મોટો વધારો પહેલી વખત જોવા મળ્યો છે, એમ આઈએમએફના રાજકોષિય બાબતોના વિભાગના ડાયરેકટર વિટર ગાસ્પરે એક બ્લોગમાં જણાવ્યું હતું.