ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે ક્રિકેટમાંથી થોડા સમય માટે બ્રેક લીધો છે. તેણે માસિક સ્વાસ્થ્ય સમસ્યાઓને જોતા આ નિર્ણય કર્યો છે. મેક્સવેલે શ્રીલંકા સામે ચાલી રહેલી T-20 ની પ્રથમ મેચમાં 28 બોલમાં 62 રન કર્યા હતા. તેમની આ આક્રમક રમતને લીધે જ ઓસ્ટ્રેલિયા ટીમે આ મેચમાં 134 રનથી જીત મેળવી હતી. શ્રીલંકા સામેની બાકીની મેચ માટે મેક્સવેલની જગ્યાએ ડી આર્સી શોર્ટને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયા ક્રિકેટના સાયકોલોજીસ્ટ જો,માઈરવ વોઈડને ટાંકીને કહેવામાં આવ્યું છે કે મેક્સવેલ માનસિક સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. આ કારણથી તે ક્રિકેટથી થોડા સમય માટે દૂર રહેવા માગે છે.