ઉત્તરાખંડના ચમોલીમાં ગ્લેશિયર દુર્ઘટના પર પોલીસ અને પ્રશાસને રાજ્યમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પ્રશાસને કહ્યું કે તપોવન રૈણી ક્ષેત્રમાં ગ્લેશિયર તૂટવાના કારણે ઋષિગંગા પાવર પ્રોજેક્ટને ક્ષતિ પહોંચી છે, જેના કારણે નદીનું જળસ્તર સતત વધતું જઈ રહ્યું છે. આ કારણે અલકનંદા નદી કિનારા પર રહેતા લોકોને અપીલ કરી છે કે તાત્કાલિક સુરક્ષિત સ્થળો પર જતા રહે. બીજી તરફ, કહેવામાં આવી રહ્યું છે કે જોશીમઠની પાસે રેની ગામ અને તેની આસપાસનો વિસ્તાર સૌથી વધુ પ્રભાવિત છે. ઉત્તરાખંડ સરકારના ચીફ સેક્રેટરીએ આ દરમિયાન કહ્યું છે કે ગ્લેશિયર દુર્ઘટનામાં 100થી 150 લોકો તણાઈ ગયા હોવાની આશંકા છે. આ પહેલા સ્થાનિક પ્રશાસને કહ્યું કે ઘટનામાં 10 હજારથી વધુ લોકો પ્રભાવિત થવાની આશંકા છે.