બિહારને ખાસ રાજ્ય આપવાનો મુદ્દો ફરીથી ગરમાયો છે. જનતાદળ યુનાઇટેડ (જેડીયુ)ની રાષ્ટ્રીય કારોબારીની શનિવારે થયેલી બેઠકમાં બિહારના સીએમ નીતિશકુમારે ફરીથી કેન્દ્ર સરકાર સમક્ષ માંગ રાખી હતી કે બિહારને સ્પેશ્યલ સ્ટેટસ આપો અથવા ખાસ પેકેજ આપો. બિહારના આર્થિક વિકાસ માટે આ બંનેમાંથી એક જરુરી છે. જો કે આ વખતે નીતિશે થોડું કૂણું વલણ અપનાવ્યું છે. તેમણે સ્પેશ્યલ સ્ટેટસ પર ભાર મૂકવાની સાથે વિશેષ પેકેજનો વિકલ્પ આપ્યો છે.