સુપ્રીમ કોર્ટે તાજેતરમાં પોતાના એક નિર્ણયમાં રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આદેશ આપ્યો છે કે જે લોકો કેન્દ્ર સરકારના ઈ-શ્રમ પોર્ટલ પર રજિસ્ટર્ડ છે અને અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરે છે તેવા લોકોને બે મહિનાની અંદર રેશન કાર્ડ બનાવીને આપો. આવા લોકોની સંખ્યા લગભગ 8 કરોડ છે. રેશન કાર્ડ બની જવાથી આવા લોકોને કેન્દ્ર અને રાજ્ય સરકારોની યોજનાઓ અને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ 2013 હેઠળ લાભ મળી શકશે.