સુપ્રીમ કોર્ટે મંગળવારે કોરોનાની સારવારમાં જોડાયેલા ડોક્ટરોને બ્રેક આપવા માટે કેન્દ્ર સરકારને ટકોર કરી હતી. અન્ય એક ચુકાદામાં સુપ્રીમે જણાવ્યું હતું કે, ક્વોલિફાઇડ આયુષ ડોક્ટરો ૬ માર્ચ ૨૦૨૦ના રોજ સરકાર દ્વારા જારી કરાયેલી ગાઇડલાઇન અનુસાર કોરોનાના દર્દીઓને સરકાર દ્વારા મંજૂર કરાયેલ ટેબલેટ અથવા મિક્સચરને ઇમ્યુનિટી બૂસ્ટર તરીકે લેવા ભલામણ કરી શકશે. જોકે, જસ્ટિસ અશોક ભૂષણનાં નેતૃત્વ હેઠળની બેન્ચે શરત મૂકી હતી કે આયુષ ડોક્ટરો કોરોનાના દર્દીઓની સારવાર કરવામાં આવે છે તેવી જાહેરાત કરી શકશે નહીં. માત્ર દર્દીઓની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટેની દવાઓની ભલામણ કરી શકે છે તેવી આયુષ મંત્રાલયની ગાઇડલાઇનને યોગ્ય ગણાવી હતી.