ગીતા પ્રેસ, ગોરખપુર બંધ થવાની અફવાનું મેનેજમેન્ટે ખંડન કર્યું છે. ટ્રસ્ટીએ કહ્યું કે ગીતા પ્રેસમાં કોઈ આર્થિક સંકટ નથી અને સંસ્થા કોઈ પણ પ્રકારની અડચણ વિના પ્રગતિ કરી રહી છે. ટ્રસ્ટીઓએ કહ્યું કે, આર્થિક સંકટના નામે લેભાગુ તત્વો સોશિયલ મીડીયા પર પૈસા ઉઘરાવી રહ્યા છે તેમને કોઈ આર્થિક સહયોગ આપશો નહીં.