પંજાબથી લાઈટ સ્પોર્ટસ એરક્રાફ્ટમાં વિશ્વસફરે નિકળેલી 22 વર્ષની આરોહી પંડિત અને 24 વર્ષીય કૈથર મિસ્કિવિટ્ટા પાકિસ્તાન જતાં અગાઉ ભૂજ એરપોર્ટ પહોંચી હતી. અહીં તેમણે ત્રણ દિવસનું રોકાણ કર્યું હતું. પોતાના રોકાણ દરમ્યાન તેમણે 1971માં પાકિસ્તાન સાથેના યુદ્ધમાં બિસ્માર બનેલા ભૂજ એરફોર્સના રન-વેને રીપેર કરનાર માધાપરની વિરાંગનાઓની વાતથી પ્રોત્સાહિત થઈ હતી. આ બન્ને યુવતી ત્રણ ખંડના 21 દેશનું પરિભ્રમણ કરશે.