-
આધુનિક વિચાર અને ફેશનમાં માનતી અને રાચતી વિદેશની યુવતીઓ ઓછા કપડાં પહેરવામાં ગૌરવ અનુભવે છે. આવી જ 21 વર્ષની એક યુવતી એમિલી ઓ કોર્નર થોમસ એરલાઇન્સ દ્વારા 12મી માર્ચે બર્મીંઘમથી સ્પેન પોતાના ઘરે જવા માટે વિમાનમાં બેસી ત્યારે તેના વસ્ત્ર પરિધાન સામે એરલાઇન્સના સ્ટાફ દ્વારા વાંધો લેવામાં આવ્યો અને ધમકી આપી કે શરીર બરાબર ઢાંકો અથવા વિમાનમાંતી ઉતરી જાઓ..! આ યુવતીએ ક્રોપ ટોપ અને ઓરેન્જ પેન્ટ પહેરી હતી. વિમાનના સ્ટાફને તેના ક્રોપ ટોપ સામે વાંધો હતો. યા યુવતીએ પોતાની સાથે બનેલી ઘટનાની આપવિતી ટ્વીટર કરીને લોકોને દર્શાવી ત્યારે લોકોએ એરલાઇન્સને ખેંચી કાઢતાં છેવટે વિમાન કંપનીએ એમિલીની માફી માંગી હતી. આ પ્રકારની આ પહેલી જ ઘટના હોવાનું મનાય છે. અને ટ્વીટર પર ટ્રેન્ડ થઇ હતી.