પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીના પુત્રી પ્રિયંકા ગાંધી આખરે સત્તાવાર રીતે ચૂંટણી મેદાનમાં ઉતરવા જઇ રહ્યા છે. પ્રિયંકા ગાંધી કેરળની વાયનાડ બેઠક પરથી લોકસભાની પેટા ચૂંટણી લડશે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આ વખતની લોકસભાની ચૂંટણી રાયબરેલી અને વાયનાડ એમ બન્ને બેઠકો પરથી જંગી લીડથી જીત્યા હતા. નિયમ મુજબ રાહુલે એક બેઠક ખાલી કરવાની હોય છે. તેથી તેમણે વાયનાડની બેઠક જતી કરી છે. તેથી આ બેઠક પર ટૂંક સમયમાં પેટા ચૂંટણી યોજાશે. કોંગ્રેસે પ્રિયંકા ગાંધીને આ બેઠક પરથી પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે.