સુરત શહેરમાં આજે ગુરુવારે સર્જાયેલા એક અકસ્માતમાં એક બાળકીનું મોત થયું છે. શહેરના યુનિવર્સીટી કેનાલ રોડ પર બીઆરટીએસ સ્ટેન્ડનું એક સ્લેબ એકાએક ધરાશાયી થતાં તેમાં ચાર મજૂર ફસાયા હતા જેમને ફાયર વિભાગે બહાર કાઢ્યા હતા. સ્લેબની નીચે ફસાયેલી ચાર વર્ષની બાળકીને બચાવવા ભારે જહેમત કરવામાં આવી હતી પણ તેનું મૃત્યુ થયું હતું.