અસમના નાગાંવ જિલ્લાના ધનિયા ભેતી લાલગંજ વિસ્તારમાં એક સગીર બાળકીની સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે. હેવાનોએ હવસનો શિકાર બનાવ્યા બાદ પીડિતાને જીવતી સળગાવી દીધી હતી. આ ઘટનામાં લોકોએ એક આરોપીના ઘર પર હુમલો કરી દીધો હતો. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. બનાવથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ છે.