જૂનાગઢની કેસર અને કેસરીના સહારે પ્રવાસનને વેગ આપવાના ઉદ્દેશથી એક મહિનાના ગીર સમર ફેસ્ટીવલનો આરંભ થયો. સાસણ પાસેના ભાલછેલમાં યોજાતા ફેસ્ટિવલનો ઉદ્દેશ સોરઠની કેસર કેરી અને કેસરી(સિંહ)ને જોડી વિદેશી પર્યટકોને આકર્ષવાનો છે. ફેસ્ટિવલમાં કેરી ઉપરાંત હેન્ડીક્રાફ્ટની બનાવટનું વેચાણ પણ થાય છે. અહીં પરંપરાગત રમતોનું પણ આયોજન પણ આકર્ષણનું કેન્દ્ર બની રહે છે