ગિલ્લી-દંડાની રમતને ધીરે-ધીરે પ્રોત્સાહન મળી રહ્યું છે. ગુજરાત સરકારે આ વર્ષે ખેલ મહાકુંભમાં આ રમતનો સમાવેશ કર્યો છે. આ રમતને વધુ રસપ્રદ બનાવવા માટે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીએ નિયમો બનાવ્યા છે. અગાઉ એપ્રિલ મહિનામાં વડોદરામાં ગિલ્લી-દંડા સ્કીલ કમ્પિટીશનનું આયોજન થયું હતું, તેમાં પણ ગુજરાત અને છત્તીસગઢની 40 ટીમે ભાગ લીધો હતો.