ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદમાં ગાહેડ-ક્રેડાઇ પ્રોપર્ટી શોનો પ્રારંભ કરાવ્યો હતો. રૂપાણીએ જણાવ્યુ કે, શહેરો-નગરોના સર્વગ્રાહી વિકાસ માટે છેલ્લા બે વર્ષમાં 200 ટીપી સ્કિમને મંજૂરી આપી છે. વિકાસની 20-20 સાથે ગુજરાત દેશના વિકાસનું રોલ મોડલ બન્યુ છે. સાથે જ રૂપાણીએ એમ પણ કહ્યું કે, અમદાવાદ-સૂરતમાં મારા નામે એક ઇંચ પણ જમીન નથી.
વિજય રૂપાણીએ કહ્યું કે, ‘હું ઝડપથી નિર્ણય એટલા માટે લઇ શકુ છું કારણ કે અમદાવાદ,સૂરત કે વડોદરામાં મારી એક ઇંચ પણ જમીન નથી, મારા કોઇ ભાગીદાર નથી એટલે ચિંતા કરવાની કોઇ જરૂર નથી. અમદાવાદની બે-ચાર ટીપી સ્કિમ કોમ્પલિકેટેડ છે, એનો પણ નિર્ણય ઝડપી લેવાઇ જશે.મને બરોબર યાદ છે હું મુખ્યમંત્રી બન્યો ત્યારે મે કહ્યું હતું હું વન ડે રમવા માટે નથી આવ્યો, હું 20-20 રમવા આવ્યો છું અને 20-20નો મતલબ અડધી પીચે જ રમવુ પડે પછી ક્રીઝની ચિંતા કરીએ તો પછી એમાં કાંઇ રમી ના શકાય તો ડિફેન્સીવ રમવુ પડે. જો તમારે ફાસ્ટ રમવુ હોય તો ક્રીઝની ચિંતાની જરૂર નથી અને હું ક્રીઝની ચિંતા પણ કરતો નથી. લોકોના કામ માટે જે થવુ હોય તે થાય અડધી પીચે આપણે રમવુ છે. ક્રીઝની ચિંતા જનતા કરશે અને ઝડપ આ સમયની માંગ છે. બહુ ચાલ્યુ આટલા વર્ષ સુધી ચાલ્યુ. હવે તેમાં અમુલ પરિવર્તનની આવશ્યકતા છે. અનિર્ણાયકતા જ વિકાસને રૂધે છે,વિકાસ કરવો છે તો નિર્ણાયકતા આવશ્યક છે, જે કાલ કરવુ છે તે આજે કરીએ’.
મુખ્યમંત્રીએ ગાહેડ-ક્રેડાઇ પ્રોપર્ટી શોનું આયોજન કરવા બદલ ગાહેડ-ક્રેડાઇને અભિનંદન આપતા જણાવ્યું કે, ગુજરાતમાં 45 ટકાથી વધુ વસ્તી શહેરી ક્ષેત્રમાં વસવાટ કરે છે અને 55 ટકા વસ્તી ગ્રામિણ ક્ષેત્રમાં વસવાટ કરે છે. તાજેતરના એક રિપોર્ટ અનુસાર દુનિયામાં સૌથી 10 ફાસ્ટ ગ્રોઇંગ સિટીમાં ગુજરાતના બે શહેરોનો સમાવેશ થયો છે. તે જ દર્શાવે છે કે, ગુજરાતમાં શહેરો ખુબ ઝડપથી વિકસી રહ્યા છે. વિજય રૂપાણીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે જે વિકાસની રેખા અંકિત કરી હતી તેને વધુ ઉંચાઇએ લઇ જવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. વડાપ્રધાન મોદીએ નયા ભારતની જે સંકલ્પના વ્યક્ત કરી છે તેમાં ગુજરાત અગ્રેસર રહેશે.