વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આજે ૨૧મી સદીમાં ફાયનાન્સ અને ટેકનોલોજી એક બીજા સાથે જોડાયેલા છે. વાત જ્યારે ટેકનોલોજી, સાયન્સ અને સોફ્ટવેરની હોય ત્યારે ભારત પાસે ઉંમર પણ છે અને અનુભવ પણ છે. રિયલ ટાઇમ ડિજિટલ પેમેન્ટમાં આખા વિશ્વમાં ૪૦ ટકા ભાગીદારી એકલા ભારતની છે.
આજે ભારત દુનિયાની સૌથી મોટી ઇકોનોમી પૈકીનું એક છે. આ કારણે ભવિષ્યમાં આપણી ઇકોનોમી આજથી પણ વધુ મોટી હશે. આપણે તેના માટે અત્યારથી જ તૈયાર રહેવું પડશે. આપણે તેના માટે ઇન્સ્ટીટયુશન જોઇએ જે ગ્લોબલ ઇકોનોમીમાં આપણો આજનો અને ભવિષ્યનો રોલ કેટર કરી શકે.
ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જનો પ્રારંભ કરાવ્યો છે અને ઇન્ટરનેશનલ ફાયનાન્સિયલ સવસિઝ સેન્ટર્સ ઓથોરિટી (આઇએફએસસીએ) ના હેડક્વાર્ટર્સ બિલ્ડીંગનો શિલાન્યાય કર્યો છે. તેમણે એનએસઇ, આઇએફએસસી અને એસજીએક્સ કનેક્ટનું લોંચિંગ પણ કર્યું છે. આ સિસ્ટમ હેઠળ, સિંગાપોર એક્સચેન્જ લિમિટેડ (SGX) ના સભ્યો દ્વારા મૂકવામાં આવેલા નિફ્ટી ડેરિવેટિવ્ઝ પરના તમામ ઓર્ડર્સ NSE-IFSC ઓર્ડર મેચિંગ અને ટ્રેડિંગ પ્લેટફોર્મ પર રૂટ કરવામાં આવશે અને મેચ કરવામાં આવશે.