Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • છેલ્લા બે વર્ષથી યોજાતો જીફા ઍવોર્ડ હવે પોતાની જગ્યા બનાવવા સક્ષમ, મિલેનિયમ મેગાસ્ટાર નરેશ કનોડિયાએ કહ્યું અરવિંદ વેગડા અને હેતલ ઠક્કરની છપ્પનની છાતીવાળા છે. છેલ્લા બે વર્ષથી ગુજરાતમાં યોજાતો ગુજરાતી ફિલ્મનો એકમાત્ર ઍવોર્ડ શો જીફા હવે અનિવાર્ય થતો જાય છે. ઘણા સમયથી ગુજરાતી ફિલ્મોના કલાકારોની માગ હતી કે ગુજરાતી ફિલ્મોને અને તેના ટેક્નિશિયનો તથા કલાકાર કસબીઓને પ્રોત્સાહિત કરવા ગુજરાતમાં કોઈ ફંક્શન નથી થતાં. તે જોતાં હેતલ ઠક્કર અને અરવિંદ વેગડાએ આ બીડું ઝડપ્યું હતું. ગુજરાતી ફિલ્મોને તેઓ ઊંચે ફલક પર લઈ જવા માગતા હતા. જેથી આ વર્ષે પણ અમદાવાદ ખાતે gifa (ગુજરાતી આઇકોનીક ફિલ્મ ઍવોર્ડ) નું તેઓએ સફળ આયોજન કર્યું હતું. જેમાં ૨૦૧૭-૨૦૧૮ માં રીલીઝ થયેલી ફિલ્મોને ઍવોર્ડ આપી નવાજી હતી. જેમાં આ વખતે ગુજરાતી ફિલ્મોના નામાંકિત સિતારાઓનો મેળાવડો જામ્યો હતો. નરેશ કનોડિયાએ તો વખાણ કરતાં કહ્યું હતું કે, "બંને મહારથી હેતલ ઠક્કર અને અરવિંદ વેગડાની છપ્પનની છાતી છે. જેઓએ આ આયોજન સતત ત્રીજા વર્ષે પણ કર્યું હતું." અન્ય કલાકારોમાં દિપક ઘીવાલા, ભાવિની જાની, સિદ્ધાર્થ રાંદેરીયા, દિગ્દર્શક કેશવ રાઠોડ વગેરે હાજર રહ્યા હતા. ગયા વર્ષે નિર્માતા દિગ્દર્શક કેશવ રાઠોડે આ ઍવોર્ડ મંચ પર સૂઈને વંદન કર્યા હતા. જ્યારે આ વર્ષે ઘણા કલાકારોએ આ એવોર્ડને વધાવી લીધો હતો. પરફોમન્સની વાત કરીએ તો સંગીતકાર પાર્થ ભરત ઠક્કરે 'મનમેળો.....' થકી શ્રોતાઓને આનંદિત કરી દીધા હતા.

    અલગ અલગ ૨૪ કેટેગરીમાં અપાયેલા એવોર્ડમાં આ વર્ષે બેસ્ટ અભિનેતાનો ઍવોર્ડ નટસમ્રાટ ફિલ્મ માટે સિદ્ધાર્થ રાંદેરીયાને મળ્યો હતો જ્યારે બેસ્ટ અભિનેત્રીનો ઍવોર્ડ શરતો લાગુ માટે દિક્ષા જોશીને મળ્યો હતો. આ વર્ષની શ્રેષ્ઠ ફિલ્મ 'તત્વમસી' પર આધારિત નિર્માતા પરેશ વોરાની ફિલ્મ "રેવા" ને મળ્યો હતો. આ ઉપરાંત અન્ય ઍવોર્ડ વિજેતા આ પ્રમાણે છે. બેસ્ટ એડિટર ઓફ ધ યર - ધર્મેશ પટેલ, પ્રમોદ કુંદર (ચલ મન જીતવા જઈએ), નેગેટિવ એક્ટર ઓફ ધ યર (ફિમેલ) - તસનીમ શેખ (નટસમ્રાટ), બેસ્ટ નેગેટિવ એક્ટર ઓફ ધ યર (મેલ) - જેમાં બે ઍવોર્ડ ગયા હતા. અભિનય બેન્કર (મિજાજ) અને દયાશંકર પાંડે (ભંવર), ફાઇટ માસ્ટર ઓફ ધ યર - પ્રતિક પરમાર (સૂર્યાંશ), બેકગ્રાઉન્ડ સ્કોર ઓફ ધ યર - અમર ખાંધા (રેવા), બેસ્ટ સ્ક્રીનપ્લે ઓફ ધ યર - દિપેશ શાહ (ચલ મન જીતવા જઈએ), મ્યુઝિક ડિરેક્ટર ઓફ ધ યર - પાર્થ ભરત ઠક્કર (શરતો લાગુ), સિનેમેટોગ્રાફર ઓફ ધ યર - સુરજ કુરાડે (રેવા), કોરિયોગ્રાફર ઓફ ધ યર - કૃણાલ સોની - "કલર કલર....." (છૂટી જશે છક્કા), મેલ પ્લેબેક સિંગર ઓફ ધ યર - જિગરદાન ગઢવી - "વાલમ આવો ને....." (લવની ભવાઇ), ફિમેલ પ્લેબેક સિંગર ઓફ ધ યર - આરોહી મ્હાત્રે - "કાળો ભમ્મરિયો....." (રેવા), ડાયલોગ રાઇટર ઓફ ધ યર - દિપેશ શાહ (ચલ મન જીતવા જઈએ), લિરિસીસ્ટ ઓફ ધ યર - નીરેન ભટ્ટ - "વાલમ આવોને....." (લવની ભવાઇ), સ્ટોરી ઓફ ધ યર - રાહુલ ભોલે, વિનીત કનોજિયા, ચેતન ધાનાણી (રેવા), સપોર્ટિંગ એક્ટર ઓફ ધ યર - ધર્મેન્દ્ર ગોહિલ (ચલ મન જીતવા જઈએ), સપોર્ટિંગ એક્ટ્રેસ ઓફ ધ યર - રૂપા બોરગાંવકર (રેવા), બેસ્ટ ડિરેક્ટર ઓફ ધ યર - દિપેશ શાહ (ચલ મન જીતવા જઈએ), બેસ્ટ આર્ટ ડિરેક્ટર ઓફ ધ યર - સત્યેંદ્ર પરમાર, અદિતી ઠાકોર, પુરુષોત્તમ કનીમ (ભંવર), જીફા એક્ટર ઇન કોમિક રોલ - સ્મિત પંડ્યા (ફેમિલી સર્કસ), જીફા ડેબ્યુ એક્ટર ઓફ ધ યર - નીલ ભટ્ટ (ભંવર), જીફા ડેબ્યુ એક્ટ્રેસ ઓફ ધ યર - જેમાં બે ઍવોર્ડ ગયા હતા. આરતી નાગપાલ (ફેરાફેરી હેરાફેરી) અને શ્રેણુ પરિખ (લાંબો રસ્તો). જ્યારે ગોલ્ડન એવોર્ડ - ફ્રેડી દારૂવાલા અને મી. બુધ્ધિચંદ મારું (શેમારું), જ્યુરી એવોર્ડ ફોર જીફા આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સ ફિલ્મ - ઢ, જયુરી એવોર્ડ જીફા મોસ્ટ પોપ્યુલર ફિલ્મ ઓફ ધ યર - લવની ભવાઈ, જ્યૂરી એવોર્ડ ફોર જીફા આઉટસ્ટેન્ડિંગ પર્ફોર્મન્સ - દિપક ઘીવાલા અને જીમીત ત્રિવેદી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ