કોંગ્રેસ સાથે છેડો ફાડી ચૂકેલા જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદે એક મોટું એલાન કર્યું છે. તેમણે જમ્મુ-કાશ્મીરમાં એક જનસભા દરમિયાન કહ્યું કે, તેઓ 10 દિવસની અંદર પોતાની નવી પાર્ટીનું એલાન કરશે. 73 વર્ષીય અનુભવી નેતા ગુલામ નબીએ રવિવારે બારામૂલામાં રેલીને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, લોકો મારા પર આરોપ લગાવે છે કે, હું બીજેપીનો છું પરંતુ હું માત્ર નબીનો ગુલામ છું. કેટલાક લોકો એવો પણ આરોપ લગાવી રહ્યા છે કે, મેં 370 વિરુદ્ધ વાત કરી પરંતુ હું આશ્વાસન આપું છું કે, તેના વિરુદ્ધનું બિલ કોંગ્રેસ દ્વારા લાવવામાં આવ્યું હતુ અને મારે તેનો વિરોધ કરવો પડ્યો.