એન્ટરટેનમેન્ટ જગતથી એક દુખદ સમાચાર સામે આવી રહ્યા છે. ગઝલ ગાયક પંકજ ઉધાસનું નિધન થયુ છે. 72 વર્ષની ઉંમરમાં દુનિયાને અલવિદા કહ્યું. આ સાથે સોશિયલ મિડીયા પર લોકો શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. ભારતીય સંગીત ઇન્ડસ્ટ્રીમાં પંકજ ઉધાસની તુલના જગજીત સિંહ જેવા અન્ય સંગીતકારો સાથે થતી હતી.
પંકજ ઉધાસની દીકરીએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને આ માહિતી આપી છે. આ પોસ્ટમાં લખ્યુ છે કે..અત્યંત દુખની સાથે જણાવવાનું છે કે પદ્મશ્રી પંકજ ઉધાસનું 26 ફેબ્રુઆરી 2024ના રોજ નિધન થયુ છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. મળતી માહિતી અનુસાર સવારમાં 11 વાગે મુંબઇની એક હોસ્પિટલમાં પંકજ ઉધાસનું નિધન થયુ. રિપોર્ટ અનુસાર પંકજ ઉધાસના અંતિમ સંસ્કાર કાલે કરવામાં આવશે.