કેરાલા કોંગ્રેસના દિગ્ગજ નેતા પી સી ચાકોએ આજે રાજીનામુ ધરી દેતા કોંગ્રેસને વધુ એક આંચકો લાગ્યો છે. કેરાલામાં વિધાનસભાની ચૂંટણીઓ માટે 6 એપ્રિલના રોજ મતદાન થવાનુ છે ત્યારે પી સી ચાકોએ તે પહેલા જ આજે પોતાના રાજીનામાની જાહેરાત કરી હતી. ન્યૂઝ એજન્સીના અહેવાલ પ્રમાણે ચાકોએ પોતાનુ રાજીનામુ કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીને મોકલી આપ્યુ છે.
ચાકોએ કહ્યુ હતુ કે, પાર્ટી બે ભાગમાં વહેંચાઈ ગઈ છે અને હું પાર્ટી હાઈકમાન્ડને આ મામલામાં દરમિયાન ગીરી કરવાની વિનંતીઓ કરીને થાકી ગયો છું.કેરાલા કોંગ્રેસમાં ચાલી રહેલા ઘમાસાણને પાર્ટી હાઈકમાન્ડ ચૂપચાપ જોઈ રહ્યુ છે.