જર્મનીએ ભારતને મોટી રાહત આપી છે અને મુસાફરી પર લગાવેલો પ્રતિબંધ હટાવી લીધો છે. જર્મનીએ ભારત ઉપરાંત બ્રિટન, નેપાળ, રશિયા, અને પોર્ટુગલથી આવતા મુસાફરો ઉપરથી પણ પ્રતિબંધ હટાવવાની જાહેરાત કરી છે. હવે આ દેશોના મુસાફરો જર્મનીની મુસાફરી કરી શકે છે. અત્રે જણાવવાનું કે આ દેશોમાં કોવિડ-19ના ડેલ્ટા વેરિઅન્ટના કેસ મળી આવ્યા હતા.
આ મુસાફરોને થશે ફાયદો
રોગ નિયંત્રણ અને રોકથામ માટે જવાબદાર જર્મન ફેડરલ સરકારી એજન્સી રોબર્ટ કોચ ઈન્સ્ટિટ્યૂટ (RKI)એ કહ્યું કે ભારત, નેપાળ, રશિયા, પોર્ટુગલ અને યુકેના મુસાફરો પરથી યાત્રા પ્રતિબંધ હટાવવામાં આવ્યો છે. આથી જે લોકો જર્મન નાગરિક કે ત્યાંના રહીશ નથી અને દેશમાં આવવા માંગે છે તેવા લોકોને મુસાફરી કરવી સરળ થશે.
મુસાફરોએ દેખાડવો પડશે નેગેટિવ રિપોર્ટ
નવા નિયમો મુજબ કોઈ પણ વ્યક્તિને જર્મનીમાં પ્રવેશવાની મંજૂરી રહેશે. જો કે તેમણે આગમન પર કોરોના વાયરસ નેગેટિવ રિપોર્ટ બતાવવાનો રહેશે અને 10 દિવસનો ક્વોરન્ટિન પીરિયડ જરૂરી રહેશે. હાલના નિયમો મુજબ જર્મનીમાં આ દેશોથી ફક્ત પોતાના નાગરિકોને જ પ્રવેશની મંજૂરી છે. જો કે તેમણે પણ 2 અઠવાડિયા ક્વોરન્ટિન રહેવું પડે છે.