જર્મનીની કેબિનેટે જે નિરાશ્રિતોની આશ્રય માટે મંજૂરી મળી નથી, તેમના દેશનિકાલને ઝડપી બનાવવા પ્રક્રિયા હાથ ધરી. આંતરિક બાબતોનો હવાલો સંભાળતા મંત્રીએ કહ્યું કે જે નિરાશ્રિતોની આશ્રય માટેની અરજી મંજૂર થઈ નથી તેનો ઝડપથી દેશનિકાલ થઈ શકશે. ઉલ્લેખનીય છે કે જર્મનીમાં 2015માં લગભગ 9 લાખ નિરાશ્રિતોએ આશ્રય માટેની અરજી કરી હતી, તેથી અરજીની નિકાલની પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે આ પગલું લેવાયું.