જેનસોલ એન્જિનિયરિંગ ગુજરાતમાં EV મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવા માટે રૂપિયા 2000 કરોડનું રોકાણ કરશે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 માટે ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન એક્ટિવિટીના ભાગ રૂપે ગુજરાત સરકાર સાથે આ અંગેના મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડિંગ એટલેકે MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
કંપનીએ સ્ટોક એક્સચેન્જને ફાઇલિંગમાં જણાવ્યું છે કે આ પ્રોજેક્ટ લગભગ 1500 નોકરીઓનું સર્જન કરશે. છેલ્લા એક વર્ષમાં આ શેરમાં રોકાણકારોને 145% થી વધુ વળતર મળ્યું છે જ્યારે ત્રણ વર્ષના ટ્રેક પર નજર કરીએ તો તેમાં રોકાણકારોને 4100 ટકા વળતર મળ્યું છે.