રિલાયન્સ જિયોમમાં મોટું રોકાણ કર્યા બાદ હવે અમેરિકન પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ જનરલ અટલાન્ટિક (General Atlantic) RRVL (Reliance Retail Ventures Limited)માં 3675 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. તેના બદલામાં કંપનીને રિલાયન્સ રિટેલમાં 0.84 ટકા હિસ્સેદારી મળશે. આ મહિનાના શરૂઆતમાં દુનિયાની દિગ્ગજ ટેક ઇન્વેસ્ટર કંપની સિલ્વર લેક (Silver Lake)એ પણ રિલાયન્સ રિટેલમાં 7500 કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરી હતી. તેના બદલામાં કંપનીને રિલાયન્સ રિટેલ (RRVL)માં 1.75 ટકાની હિસ્સેદારી મળી છે. બીજી તરફ, અમેરિકન કંપની KKRએ રિલાયન્સ રિટેલમાં 1.75 ટકા હિસ્સેદારી 5550 કરોડ રૂપિયામાં ખરીદી છે. RRVLની સહાયક કંપની રિલાયન્સ રિટેલ લિમિટેડ ભારતની સૌથી ઝડપથી વધી રહેલા રિટેલ બિઝનેસનું સંચલન કરે છે.