1982 બેચના IPS ગીતા જોહરીએ ઈન્ચાર્જ DGP તરીકેનો ચાર્જ સંભાળ્યો. તેઓ આઠ મહિના સુધી આ પદ સંભાળશે. સિંઘમ લેડી તરીકે જાણીતા જોહરીએ મહિલાઓની સલામતીને તેમની પ્રાથમિકતા ગણાવતા કહ્યું કે “ મહિલા ગમે તે સમયે મને ફોન કરી શકે છે”. ઈન્ચાર્જ DGPનું પદ સંભાળ્યા પહેલા ગીતા જોહરી ગુજરાત પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના MD તરીકે કાર્યરત હતા.