વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસ દરમિયાન દેશના જીડીપી વૃદ્ધિદરમાં એક ચતુર્થાંશ ભાગ જેટલા થયેલા ઘટાડાને મુદ્દે પૂર્વ નાણાકીય સચિવ સુભાષચંદ્ર ગર્ગે જણાવ્યું છે કે દેશવ્યાપી લોકડાઉન અમલી બનાવવાનો વ્યૂહ યોગ્ય ના હોવાને કારણે આ નુકસાન થયું છે. તેમના અંદાજ મુજબ અર્થવ્યવસ્થાને વર્તમાન વર્ષમાં રૂપિયા ૨૦ લાખ કરોડનું નુકસાન થઇ શકે છે. ગર્ગે કહ્યું કે લોકડાઉનને કારણે કોરોના વાઇરસ સંક્રમણમાં આરંભે ઘટાડો તો થયો પરંતુ તેના કારણે અર્થતંત્રને ભારે નુકસાન થયું.
ગર્ગનું માનવું છે કે આ વર્ષના અંત સુધીમાં અર્થાત જાન્યુઆરી- માર્ચ ૨૦૨૧ સ્થિતિ સામાન્ય બની શકે છે. પરંતુ ત્યાં સુધીમાં કોવિડ-૧૯ને કારણે સર્જાયેલી અસરો જીડીપીના ૧૦ થી ૧૧ ટકા અર્થાત ૨૦ લાખ કરોડનું નુકસાન પહોંચી શકે છે. આત્મનિર્ભર ભારત પેકેજમાં સુધારા કરીને વધુને વધુ સૂક્ષ્મ અને નાના ઉદ્યોગોને અને બેરોજગાર શ્રમિકોને વિશેષ સહાય આપવા કરવો જોઇએ.