ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ના ત્રીજા કવાર્ટર એટલે કે ઓક્ટોબર થી ડિસેમ્બર, ૨૦૨૩ સુધીના સમયગાળામાં દેશનો જીડીપી વધીને ૮.૪ ટકા રહ્યો છે. મેન્યુફેકચરિંગ ક્ષેત્રમાં ડબલ ડિજિટ વૃદ્ધિ તથા માઇનિંગ અને કન્ટ્રકશન સેક્ટરમાં સારા દેખાવને પગલે ત્રીજા કવાર્ટરમાં જીડીપીમાં વૃદ્ધિ જોવા મળી છે.
નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (એનએસઓ) દ્વારા જારી કરવામાં આંકડા અનુસાર ઓક્ટોબર થી ડિસેમ્બર, ૨૦૨૨ સુધીના ગાળામાં જીડીપી ૪.૩ ટકા રહ્યો હતો. ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા કવાર્ટરમાં મેન્યુફેકચરિંગ ક્ષેત્રમાં ૧૧.૬ ટકાની વૃદ્ધિ જોવા મળી છે. ગયા વર્ષના સમાન ગાળામાં મેન્યુફેકચરિંગ ક્ષેત્રમાં ૪.૮ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.