દેશનો જીડીપી ચાલુ નાણાકીય વર્ષના જુલાઇ-સપ્ટેમ્બર કવાર્ટરમાં મેન્યુફેકચરિંગ અને માઇનિંગ સેક્ટરના ખરાબ પ્રદર્શન અને નબળી માંગને કારણે ઘટીને ૫.૪ ટકા થઇ ગયો છે જે છેલ્લા બે વર્ષનું નિમ્ન સ્તર છે. ઉંચા વ્યાજદરને કારણે દેશનું અર્થતંત્ર મંદ પડી રહ્યું હોવાના કેટલાક મંત્રીઓ અને સરકારના આર્થિક સલાહકારોએ મુદ્દો ઉઠાવ્યો હતો. દેશનું અર્થતંત્ર ફરી ઝડપથી વિકસે તે માટે રિઝર્વ બેન્કે વ્યાજના દરમાં ઘટાડો કરવો જોઈએ એવી દલીલ થઈ રહી છે. આ સમયે અર્થતંત્ર બે વર્ષ માટે તળિયે વિકાસ પામ્યું હોવાના આંકડા આવતા હવે રિઝર્વ બેંક ઉપર વ્યાજનો દર ઘટાડવા દબાણ વધશે.
ઉલ્લેખનીય છે કે ૨૦૨૩-૨૪માં જુલાઇ-સપ્ટેમ્બર કવાર્ટરમાં જીડીપી ૮.૧ ટકા રહ્યો છે. જ્યારે ૨૦૨૪-૨૫માં એપ્રિલ-જૂન કવાર્ટરમાં જીડીપી ૬.૭ ટકા રહ્યો હતો.