Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાહુલ ગાંધી કહ્યું  : મારે પાસે માહિતી છે, પણ વડાપ્રધાન સંસદમાં બોલવા દેતા નથી. અલ્યા ભઈ, જો વડાપ્રધાન તમને સંસદમાં બોલવા દેતા ન હોય તો તમારી પાસે વિકલ્પોની ક્યાં કમી છે? 29 રાજ્ય અને 7 કેન્દ્રશાસિત ધરાવતા આ વિશાળ દેશમાં તમે ગમે ત્યાં જઈને બોલોને. તમને કોઈ રોકશે નહીં.વળી, 24 કલાકની ચેનલો તો તમારો શબ્દે શબ્દ ઝીલવા પડાપડી કરે છે. તે મેગા-કવરેજ પછી બીજા દિવસે છાપાઓમાં પણ તમે ચમકો જ છો. મુદ્દે તમે માત્ર ધમકી ન આપો, કંઈક નક્કર કામગીરી કરો. હવે સવાલ, કોંગ્રેસની વિશ્વસનીયતાનો આવી ચુક્યો છે. કોંગ્રેસના મુદ્દા સાચા હોય તો પણ લોકોને તો એવું જ લાગે છે કે આ માત્ર મોદીને બદનામ કરવાનો જ કારસો છે. કોંગ્રેસ માટે આ ચિંતન-ચરખાની ઘડી છે, તેને વિચારવું પડશે કે આટલા વર્ષોમાં આપણે એવું તો શું કર્યું કે લોકો તો ઠીક પણ સરકારની પણ તેને હળવાશથી લેતી થઈ ગઈ.

બીજું, તમે વડાપ્રધાનને મળીને ખેડૂતોની સમસ્યા મુદ્દે આવેદનપત્ર આપ્યું. આવેદનપત્ર આપ્યે શું વળશે ?  ખરેખર તમારે ખેડૂતોની સમસ્યા જાણવી હોય તો મહાત્મા ગાંધીએ ગોખલેજીની સલાહથી જેમ દેશનો પ્રવાસ કર્યો હતો તેવો પ્રવાસ કરો તો ખબર પડશે કે દેશની વેદના શું છે. ખરેખર ‘’ગાંધી‘’ બનવું હોય તો દેશના અંતિમ આદમીના આત્મા સુધી પહોંચવું પડશે. કોઈ પ્રોફેશનલ મેનેજર એકાદ ચૂંટણી જીતાડી દે પણ લોકોના દિલ જીતવા હોય તો તેમાં પર્સનલ એપ્રોચ જ કામ આવે. કદાચ કોઈ દલિતના ઘરે એક રાત રોકાઈ આવવાથી સમાચારમાં તો સ્થાન મળે, પણ ગરીબ માણસના હ્રદયમાં સ્થાન ન મળે. તે માટે સાચા ગાંધી બનવું પડે....

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ