આરોગ્ય વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રના પુણે પ્રદેશમાં ગિલિયન-બેરે સિન્ડ્રોમના (GBS) શંકાસ્પદ અને પુષ્ટિ થયેલા કેસોની સંખ્યા 197 પર પહોંચી ગઈ છે. આ દુર્લભ નર્વ ડિસઓર્ડરના વધુ પાંચ દર્દીઓ મળી આવ્યા છે. આરોગ્ય વિભાગના એક અધિકારીએ મંગળવારે જણાવ્યું હતું કે, અહીંના પાંચ દર્દીઓમાંથી બે નવા કેસ છે અને ત્રણ પાછલા દિવસના છે.