-
ચક્રવાતી વાવાઝોડું ગાઝા ગઇકાલે ગુરૂવારે મોડી રાત્રે દક્ષિણ ભારતના તામિલનાડુના નાગપટ્ટનમ અને વેદરન્નિયમ દરિયાકાંઠા સાથે અથડાયું હતું જેમાં ઓછામાં ઓછા 23 લોકો માર્યા ગયા હતા. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આ દરમિયાન તોફાની હવાની સ્પીડ 120 કિલોમીટર પ્રતિ કલાકની નોંધાઇ હતી. ગાઝાની અસરથી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે. મુખ્યમંત્રી પલાનીસામીએ જણાવ્યું કે વાવાઝોડામાં 23 લોકોનાં મોત નિપજ્યાં છે. સંકટ નિવારણ વિભાગે 81 હજાર લોકોને કાંઠાના વિસ્તારોથી હટાવીને 471 જેટલાં રાહત શિબિર ખાતે ખસેડ્યા છે. હવામાન વિભાગે એક-બે દિવસમાં સાંજ દરિયાઇ તોફાન નબળું પડશે તેવી શક્યતા વ્યક્ત કરી છે.