લોકસભા ચૂંટણી 2019માં દિલ્હીની 7 બેઠક પર 12 મેના રોજ મતદાન થશે. આ તમામ બેઠક પર આજે સાંચે પ્રચાર કાર્ય સમાપ્ત થઈ જશે. આ દરમિયાન પૂર્વ દિલ્હીથી ભાજપના ઉમેદવાર ગૌતમ ગંભીરે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને પૂર્વ દિલ્હીથી આપની બેઠક પર ચૂંટણી લડી રહેલી આતિશીને 'માનહાનિ'ની નોટિસ મોકલી છે અને તેમને માફી માગવા જણાવ્યું છે.
વાત એવી છે કે, આમ આદમી પાર્ટીની ઉમેદવાર આતિશી સામે કથિત રીતે 'વાંધાજનક' પેમ્ફ્લેટ વહેંચવામાં આવ્યા હતા અને આ પેમ્ફ્લેટ ગોતમ ગંભીર તરફથી દિલ્હીમાં વહેંચાયા હોવાનો આતિશીએ આરોપ લગાવ્યો હતો. ગૌતમ ગંભીરે ત્રણેને નોટિસ ફટકારતા કહ્યું છે કે, તેઓ તેની સામે લગાવેલા તમામ આરોપ પાછા ખેંચે અને કોઈ પણ શરત વગર માફી માગે.