14 ફેબ્રુઆરીએ જમ્મુ કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આતંકી હુમલા પછી પાકિસ્તાનનો ચારે તરફ વિરોધ થઈ રહ્યો છે. ફૂટનીતિક સંબંધોથી લઈને રમતના મેદાનમાં પણ તેની અસર જોવા મળી રહી છે. ત્યારે આગામી વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનાર મેચ ઉપર પણ તેની અસર વર્તાઈ શકે છે. જણાવી દઈએ કે, અગાઉ ઘણા પૂર્વ દિગ્ગજ ક્રિકેટરો વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામેની મેચનો બોયકોટ કરવાની માંગણી કરી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે, ભારતને 2007માં ટી-20 વર્લ્ડ કપ અને 2011માં વન-ડે વર્લ્ડ કપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવનાર ગૌતમ ગંભીર પણ તેના પક્ષમાં છે.
ગંભીરે વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે મેચ ન રમવાની અપીલ કરી છે. ગૌતમ ગંભીરે તો ત્યાં સુધી કહ્યું હતું કે, જો ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની ફાઇનલ રમાય તો પણ ભારતે ફાઇનલ મેચ રમવી ના જોઈએ.
ગંભીરે કહ્યું હતું કે, જો ભારતે બોયકોટના કારણે બે પોઇન્ટ ગુવાવવા પણ પડે છે તો તેની ચિંતા કરવી જોઈએ નહીં. અને જો તેવું થાય તો દેશની જનતાએ ટીમ ઇન્ડિયાનો સાથ મજબૂતીથી આપવો જોઈએ. સાથે જ ગંભીરે એશિયા કપમાં પણ પાકિસ્તાનનો બોયકોટ કરવાની વાત કરી હતી. તેણે કહ્યું હતું કે, મારા માટે સૈનિકોના પ્રેમથી મોટું કંઈ જ નથી.