બ્લૂમબર્ગ બિલેનિયર્સ ઈન્ડેક્સ અનુસાર અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી બીજીવાર એશિયાના બીજા સૌથી અમીર શખ્સ બની ગયા છે. સંપત્તિ મામલે તેમણે ચીનના ઉદ્યોગપતિ ઝોંગ શાનશાનને પાછળ છોડી દીધા છે. આ યાદીમાં સૌથી અવ્વલ સ્થાને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી છે. દુનિયાના સૌથી અમીર લોકોની યાદીમાં અદાણી 14માં નંબરે છે.
ગૌતમ અદાણી પાસે અત્યાર સુધી 71.3 અરબ ડોલરની સંપત્તિ છે. અદાણી ગ્રૂપની કંપનીઓના શેરમાં તેજીના કારણે ગૌતમ અદાણીની સંપત્તિનો નફો થયો છે. અદાણી પાવર, અદાણી ગેસ અને અદાણી ટ્રાન્સમિશનના શેરમાં છેલ્લા દસ દિવસમાં શ્રેષ્ઠ ઉછાળો જોવા મળ્યો છે. મુકેશ અંબાણી અને ચીની ઉદ્યોગપતિ ઝોંગ શાનશાનની સંપત્તિ 87.8 અરબ ડોલર અને 66.6 અરબ ડોલર છે.