ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે રાજસ્થાન ગૌરવ યાત્રાને હરી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું છે. શનિવારે અમિત શાહની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી વસુંધરા રાજે 40 દિવસની આ રાજસ્થાન ગૌરવયાત્રા પર રવાના થયાં છે. આ પ્રસંગે રાજસ્થાનમાં એક વિશાળ રેલી અને સભાને સંબોધતા અમિત શાહે ભાજપ સરકારની કામગીરી બતાવી કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું.