ગીરના જંગલમાંથી પસાર થતા રેલ્વે ટ્રેકનું ગેજ પરિવર્તન કરવામાં નહી આવે. આ ખાતરી કેન્દ્ર સરકારે રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા પ્રશ્ન બાદ આપી હતી. વર્ષ 2017-18ના બજેટમાં સમાવિષ્ટ વેરાવળ- તાલાળા- વિસાવદર ગેજ પરિવર્તન યોજનામાં તાલાળા-વિસાવદર મીટર ગેજનો સમાવેશ થાય છે. હાલના તબક્કે આ યોજના ગીર સંરક્ષિત જંગલ વિસ્તારમાંથી પસાર થતી હોવાથી જંગલ સબંધિત મુદ્દાઓના કારણે તેને મીટર ગેજ તરીકે જ રાખવાનું નક્કી કરાયું છે. કેન્દ્રીય રેલ્વે અને વાણિજ્ય તથા ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ દ્વારા સાંસદ પરિમલ નથવાણી દ્વારા ઉઠાવાયેલા પ્રશ્નના જવાબમાં આ માહિતી 13 માર્ચ 2020માં રાજ્યસભામાં રજૂ થયેલા નિવેદનમાં આપવામાં આવી હતી.
રેલ્વે મંત્રીએ જણાવ્યું હતું કે, રેલ્વે દ્વારા ગીરના સિંહો જેવા લુપ્તપ્રાય પ્રાણીઓના સંરક્ષણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે. રેલવે દ્વારા પ્રાણીઓના સંરક્ષણ માટે વિવિધ પગલાં લેવામાં આવ્યા છે. જેમ કે, ગીરના જંગલમાં આવેલા તાલાળા-વેરાવળ સ્ટેશનો વચ્ચે ટ્રેનની ગતિ 50 કિલોમીટર પ્રતિ કલાકથી ઘટાડીને 30 કિ.મી. કરવામાં આવી છે. જેથી જંગલના પ્રાણીઓ જ્યારે ટ્રેક પરથી પસાર થાય ત્યારે ટ્રેનને થોભાવી શકાય.