ગૃહિણીઓ પર મોંઘવારીનો બોમ્બ ફાટયો છે. સરકાર રાંધણ ગેસના બાટલાના ભાવમાં સીધો ૫૦ રુપિયાનો ભાવ ઝીંક્યો છે. આના લીધે ૮૦૩ રૂપિયે મળતો બાટલો ૮૫૩ રૂપિયે મળશે. સરકારે ભાવવધારામાંથી ગરીબોને પણ બાકાત રાખ્યા નથી. ઉજ્જવલા યોજનાના લાભાથીઓને ગેસનો બાટલો ૫૦૩ રૂપિયામાં મળતો હતો, તે હવે ૫૫૩ રૂપિયામાં મળશે. આમ ગરીબોને વર્ષે સીધો રૂ. ૬૦૦નો ફટકો પડશે.