બિહારમાં નીતીશ કુમારે (Nitish Kumar) આરજેડીને છોડી ભાજપ સાથે નવી સરકાર બનાવી છે અને 9મી વખત મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. રાજ્યમાં નવી સરકાર બનવાના ઘટનાક્રમ વચ્ચે RJD પ્રમુખ લાલુ પ્રસાદ યાદવની પુત્રી રોહિણી આચાર્યએ ટ્વિટ કર્યું કહ્યું કે, કચરો પાછો કચરાપેટીમાં ગયો છે.
‘કચરો ગયો ફરી કચરાપેટીમાં’
રોહિણી આચાર્યએ સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું કે, ‘કચરો ગયો ફરી કચરાપેટીમાં, કચરા મંડળીને ગંદકીભર્યા કચરાના અભિનંદન.’ આ અગાઉ તેમણે એક્સ પર લખ્યું હતું કે, ‘જ્યાં સુધી શ્વાસ બાકી છે, સાંપ્રદાયિક શક્તિઓ વિરુદ્ધ અમારી લડાઈ ચાલુ છે.’