આગામી ૨૩ મીએ કચ્છમાં નર્મદાના વધામણા લેવા માટે ભચાઉ ખાતે વડાપ્રધાન આવી રહ્યા છે, જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યાં આજે રાપર તાલુકાના ખેંગારપર પાસેના ઉખેડેશ્વર પાસે નર્મદા કેનાલમાં ૩ સ્થળે ગાબડાં પડતાં સબંધિત તંત્રોમાં ભારે દોડધામ મચી ગઇ હતી. આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે રાપર તાલુકાના ખેંગારપર ગામ પાસે આવેલા ઉખેડેશ્વર નજીકથી પસાર થઇ રહેલી નર્મદા કેનાલમાં ૩ સ્થળે ગાબડાં પડયા હતા. અહીંથી જ થઈને નર્મદાનું પાણી ભચાઉ પહોંચવાનું છે. આગામી ૨૩ મીએ વડાપ્રધાન ભચાઉ ખાતે નર્મદાના પમ્પિંગ સ્ટેશનનું ઉદ્દઘાટન કરશે અને તેમાંથી પાણી છોડવામાં આવશે, જેની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.